9 May 2022

અંબાલાલ પટેલની આગાહી: આંધીનું પ્રમાણ વધશે, 18 મેથી 5 જૂન વચ્ચે વરસાદ, જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની શકયતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરામાં વરસાદને લઇ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં 15 જૂન પછી વરસાદ પડવાાની શક્યતા વ્યકત કરી છે. સાથે તેમણે જણાવ્યું છે કે, આ વર્ષે શરૂઆતમાં ચોમાસું સારૂં એવુ રહેશે. ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં લીઘે વાતાવરણમાં એકા એક પલટો જોવા મળી શકે છે. 11 મેથી લઇ 17 મે વચ્ચે આંધીના પ્રમાણમાં પણ વધારો થવાની સંભાવના વ્યકત કરી છે. સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. ઉપરાંત 18 મેથી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા સેવાય રહી છે. જેને લઇ જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના અંબાલાલ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

જૂન થી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની શકયતા- અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષે શરૂઆતમાં ચોમાસું સારૂં રહેશે. આ સાથે સાથે રાજયામાં ચક્રવાત પણ દેખાશે. આ ચક્રવાતને પગલે ઘણા વિસ્તારોમાં જુન મહિનામાં વરસાદ પણ થશે તેવી સંભાવના છે. પહેલા તબક્કાનું ચોમાસુ જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી ચાલશે. જ્યારે બીજા તબક્કાનો ચોમાસું ઓક્ટોબર મહિનાના અંતથી લઈને ડિસેમ્બર મહિના સુધી ચાલશે તેવી આગાહી કરવામાં આવી છે. એટલે કે આ વર્ષનું ચોમાસું એકંદરે લાંબો રહેશે તેવી સંભાવના છે. આ સાથે સાથે વરસાદનું અનુમાન લગાવતા જણાવ્યું હતું કે, શરૂઆતમાં ચોમાસુ સારૂં રહેશે, જ્યારે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના વ્યકત કરાઇ રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટબન્સની લીઘે વાતાવરણમાં સતત પલટો- અંબાલાલ પટેલ

બીજી બાજુ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં લીઘે વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. 11 મેથી 17 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે તેવી શકયતા છે આ સાથે સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. તેમજ 18 મેથી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવી શકે છે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની શકયતા છે.

Share: