25 May 2023

ધોરણ 10ની માર્કશીટની ફોર્મ્યૂલાને સરળ શબ્દોમાં સમજો


10માં ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ વિદ્યાર્થીઓની માર્કશીટની ફોર્મ્યૂલા પણ જાહેર કરી દેવામાં આવી છે. આ ફોર્મ્યૂલા મુજબ વિદ્યાર્થીઓને ધોરણ 9ની સામયિક પરીક્ષા અને ધોરણ 10ની એકમ કસોટીના આધારે માર્ક્સ આપવામાં આવશે.

ધોરણ 10ની માર્કશીટની ફોર્મ્યૂલાને સરળ શબ્દોમાં સમજો

માર્કશીટની પદ્ધતિને સમજો

10માં ધોરણના વિદ્યાર્થીઓની માર્કશીટ માટે ધોરણ નવની બંને કસોટીના આધારે 40 ગુણ અપાશે. વિદ્યાર્થીઓના પ્રથમ અને બીજી કસોટીના માર્ક્સને 40 ટકા ગુણમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 10ની માર્ચમાં યોજાયેલી પ્રથમ કસોટી તેમજ ઓનલાઈન કસોટીના આધારે 30 ગુણ અપાશે. આ ઉપરાંત ધો.10ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 માર્ક્સ મળશે. આમ વિદ્યાર્થીઓને 40+30+10=80 ગુણ નક્કી થશે. આ ઉપરાંત જે 20 ગુણ છે તે શાળાના આંતરિક મૂલ્યાંકનના આધારે અપાશે.

  • ધોરણ 9 અને 10ની સામાયિક કસોટીના ગુણ ધ્યાનમાં લેવાશે
  • 80 ગુણ માટે ધોરણ 9ની સામાયિક કસોટી, ધોરણ 10ની એકમ કસોટી ધ્યાને લેવાશે
  • ધોરણ 9ની બંને સામાયિક કસોટી આધારે કુલ 40 ગુણ અપાશે
  • ધોરણ 10ની માર્ચમાં યોજાયેલી પ્રથમ કસોટી આધારે 30 ગુણ
  • ધોરણ 10ની એકમ કસોટીના 25 માંથી મેળવેલ ગુણને 40 ટકામાં રૂપાંતર કરીને 10 ગુણ
  • પાસ થવામાં ખુટતા ગુણ તૂટ ક્ષમ્ય કરીને જાહેર કરાશે
તમારી શાળામાંથી તમને કયારે મળશે માર્કશીટ ?
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ટેલીફોનીક માહિતી મળી છે કે આ અઠવાડિયામાં હજુ તમારી માર્કશીટ પ્રીન્ટ થશે અને પછી બધી જીલ્લા(DEO) કચેરીઓમાં મોકલવામાં આવશે.
  • જીલ્લા કચેરી દ્વારા આ જાણ પોતાની અન્ડરમાં આવતી શાળાના આચાર્યને કરવામાં આવશે
  • શાળાના આચાર્યએ પોતાના જીલ્લાની(DEO) કચેરીએ માર્કશીટ લેવા જવાનું રહેશે
  • આ માર્કશીટ શાળામાં પહોચ્યાં બાદ તેમનું વિતરણ કરવામાં આવશે.
  • અંદાજીત તારીખ 02/06/2023 થી 12/06/2023 દરમિયાન તમને શાળામાંથી માર્કશીટ મળશે.
Share: