Gujarat New Bharti Rule 2023 : ગુજરાત સરકારી ભરતી નવા નિયમો 2023, જાણો શું ફેરફાર થયો નવી પરીક્ષા પદ્ધતિમાં
ગુજરાત રાજ્યમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈ સામાન્ય વહીવટી વિભાગે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ વર્ગ-3ની મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે. જેમાં પ્રિમિલનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. તો પ્રિમિલનરી પરીક્ષામાં પાસ ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે.
4 કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવાશે
મહત્વનું છે કે, જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લાર્કની પરીક્ષા માટે નિયમ બદલાયા છે. આ તરફ હવે ચારેય કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવામાં આવશે. નોંધનીય છે કે, હવે ફાઈનલ મેરિટના આધારે ઉમેદવારોની નિમણૂક થશે. આ સમગ્ર મામલે ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે જાહેરનામું બહાર પાડ્યું હતું.
ક્લાસ - 3 ની પરીક્ષામાં ફેરફાર
અત્યાર સુધીમાં બોર્ડ દ્વારા ખાસ કરીને પરીક્ષામાં ડાયરેક્ટ ઉમેદવારને ભરતી આપવામાં આવતી હતી કે સિલેક્શન આપવામાં આવતું હતું બોર્ડ દ્વારા ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવતી હતી. ત્યારબાદ મેરીટ જાહેર થતું હતું અને પછી સિલેક્ટ કરવામાં આવતા હતા હવે આ બધી જ પ્રોસેસ બાદ કરવામાં આવી છે અને નવા નિયમ લાદવામાં આવ્યા છે.
સામાન્ય વહીવટી વિભાગના જાહેરનામા મુજબ હવે વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર નહી કરાય, ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષાનું માળખું જાહેર કરાયું છે.
નવા નિયમમાં હવે વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહીં અને ક્લાસ 3 ની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે પ્રથમ લપરીક્ષા અને બીજી મુખ્ય પરીક્ષા આમ બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે પહેલાની જેમ સીધી ભરતી કરવામાં આવશે નહીં.
રાજ્યમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈ સામાન્ય વહીવટી વિભાગે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ વર્ગ-3ની મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે. જેમાં પ્રિમિલનરી અને મુખ્ય એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. તો પ્રિમિલનરી પરીક્ષામાં પાસ ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે.